Saturday, August 24, 2024

Story of Maa Shitala Saatam ( Shitala Mata Saptami) in Gujarati,Hindi and English.

 Story of Maa Shitala Saatam ( Shitala Mata Saptami) हिंदी में पढ़ने के लए गुजराती कहानी के नीचे स्क्रॉल डाउन करें। To read in English, scroll down below the Gujarati and Hindi version of this story


એક ગામમાં એક ડોશી તેના બે દિકરાના પરિવાર સાથે રહેતી હતી. તેમાં મોટા દિકરાની વહું ખુબ જ જબરી હતી. તે ઇર્ષાળુ અને કજિયાખોર હતી. જ્યારે નાની વહું ખુબ જ ભોળી હતી. તે બીજાના દુ:ખે દુ:ખી થનારી હતી.

એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠ્ઠના દિવસે નાની વહું રસોડે રાંધવા માટે બેઠી તે મોડી રાત સુધી રાંધતાં રાંધતાં થાકી ગઇ હતી એટલામાં જ તેનો નાનો દિકરો ઘોડિયામાં સુતો હતો તે રડવા લાગ્યો તે તેની પાસે થોડી વાર આડી પડી તો સુઇ ગઇ અને ચુલો ઠારવાનો ભુલી ગઇ.ત્યારે શીતળામાતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચુલામાં આળોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખુ શરીર દાઝી ગયું તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુંને શ્રાપ આપ્યો કે જેવું મારુ શરીર બળ્યું તેવું તારૂ પેટ બળજો.

નાની વહુંએ જ્યારે સવારમાં ઊઠીને ઘોડીયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચુલો સળગતો હતો તેથી તે સમજી ગઈ કે આ શીતળામાતાનો જ કોપ લાગ્યો છે. તે ખુબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આશ્વાસન આપતાં કહ્યું કે તું શીતળામાતા પાસે જઈને તારા દિકરાનું જીવન માંગ મા તો દયાળુ છે તે જરૂર તારા પર કૃપા કરશે


નાની વહું તેની સાસુની વાત સાંભળીને દિકરાને પોતાના ખોળામાં લઈને શીતળામાતાની શોધમાં નીકળી પડી. તેને રસ્તામાં સૌથી પહેલા બે તલાવડીઓ મળી. તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઇ તેનું પાણી પીતું નહોતુ કેમકે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું.નાની વહુને આ રીતે પોતાનો દિકર લઈને જતી જોઈને તલાવડીઓએ પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલ શીતળામાતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉ છું. ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પુછતી આવજે કેમકે જે અમારું પાણી પીવે છે તે મૃત્યું પામે છે.

નાની વહું આગળ વધી તો તેને બે આખલા લડતાં જોવા મળ્યાં તે બંન્નેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતાં. નાની વહુંને જતી જોઈને તેઓએ પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કયું કે અમારૂ લડવાણું કારણ પુછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પુછજે.

નાની વહું આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંન્ને હાથે વાળમાં ખંજવાળતી જોઈ તે ડોશીએ

પુછ્યું કે બહેન ક્યાં જાય છે આમ હાંફતી હાંફતી? વહુંએ શીતળામાતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથુ જોતી જા. નાની વહું ખુબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહી. તેને પોતાનો દિકરો તે ડોશીના ખોળામાં મુકીને તેમની જૂ વીણવા માટે બેઠી. થોડી વાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીરવાદ આપ્યા કે જેવું મારૂ માથું ઠર્યું તેવું તારૂ પેટ ઠરજો.એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દિકરો જીવંત થયો. નાની વહું સમજી ગઈ કે આ જ શીતળા માતા જ છે. તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભુલની માફી માંગી.ત્યાર બાદ તેને તલાવડીઓના દુ:ખનું નિવારણ પુછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયાં જનમમાં બંન્ને શોક્ય હતી દિવસ ઉગ્યાથી આથમા સુધી લડતી રહેતી હતી કોઇને પણ છાશ કે પાણી આપતી નહોતી. તેથી આ જન્મમાં કોઇ તેમનું પાણી નથી પીતું તું જઈને પાણી પીજે તો તેમના દુ:ખનું નિવારણ થઈ જશે. ત્યાર બાદ તેને બે આખલાના લડવાનું કારણ પુછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયાં જન્મમાં તેઓ દેરાણી-જેઠાણી હતી. તે બંન્ને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઇને પણ દળવા દેતી નહોતી તેથી આ જન્મમાં આખલા બનીને બંન્નેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યાં કરે છે. તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાંખજે તો તે બંન્ને લડતાં બંધ થઈ જશે.નાની વહું શીતળામાતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી તેને રસ્તામાં આખલા મળ્યાં તે બંનેના દુ:ખનુ નિવારણ કર્યું. ત્યાર બાદ બંન્ને તલાવડીનું પાણી પીને તેઓનું દુ:ખ પણ દુર કર્યું. તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દિકરાને જીવતો જોઇને ખુશીના રેડ થઈ ગયાં. પરંતુ તેની જેઠાણી તો અંદરો અંદર બળી ગઈ.


આ રીતે એક વર્ષ પુરૂ થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળામાતાના દર્શનની ઇચ્છા થઈ તો તે પણ ચુલો સળગતો મુકીને સૂઈ ગઈ. રાતે જ્યારે શીતળામાતા આવ્યાં તો તેમનું શરીર ચુલામાં આળોટવાને કારણે બળી ગયું તો તેઓએ મોટી વહુંને શ્રાપ આપ્યો કે જેવું મારૂ શરીર બળ્યું તેવું તારૂ પેટ બળજો. માતાના શ્રાપના કારણે તેનો દિકરો બળીને ભડથું થઈ ગયો.

 

તેને રસ્તામાં બે તલાવડીઓ મળી. તેઓએ તેને પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દિકરો મરી ગયો છે શીતળામાતા પાસે જાઉ છું. તલાવડીઓએ પુછ્યું કે અમારૂ કામ કરીશ તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી. થોડાક આગળ જતાં આખલા મળ્યાં તો તેઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી. તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંજવાળતી મળી. ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારૂ માથું જોઇ દઉ મારે શીતળામાતા પાસે જવાનું છે તને દેખાતું નથી મારો દિકરો મૃત્યું પામ્યો છે. તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળામાતાના દર્શન થયાં નહી એટલે પોતાના દિકરાને લઈને છાતી કુટતી ઘરે આવી.


एक गाँव में एक वृद्धा अपने दो बेटों के परिवार के साथ रहती थी। बड़ी बहु ईर्ष्यालु थी। जबकि छोटी बहू बहुत भोली थी. वह दूसरों के दर्द से दुखी होने वाली थी.


एक बार जब श्रावण का महीना आया, तो महीने के छठे दिन, बहू रसोई में खाना बनाने के लिए बैठ गई, वह देर रात तक खाना बनाते-बनाते थक गई थी, जबकि उसका छोटा घोड़ी पर सो रहा था। बेटा रोने लगा तो उसे शांत करने के लिए छोटी बहू उसके बगल में जाकर सो गई। शीतला माँ रात को सबके घर गई और चूल्हे में खेलने लगी, इससे गरम होने की बजाय उसका पूरा शरीर जल गया, जिससे उसने क्रोधित होकर छोटी बहू को श्राप दिया कि जैसे मेरा शरीर जल गया है, वैसे ही तुम्हारा पेट जल जाएगा।

 

 सुबह जब छोटी भाभी ने उठकर घोड़ी की ओर देखा तो उसका बेटा जलकर मर गया था और चूल्हा जल रहा था, तो वह समझ गई कि शीतला माँ को गुस्सा आ गया है। वह बहुत रोने लगी और अपनी सास के पास गई, उसकी सास ने उसे आश्वस्त किया और कहा कि यदि तुम शीतला माता के पास जाकर अपने पुत्र के प्राण मांगो तो वह तुम पर दयालु होकर तुम्हारे संतान को पुनः जीवित करेगी।


रास्ते में उसे दो झरने मिले जो भरे हुए थे पर कोई भी उसे जगह पानी नहीं पीता था क्योंकि जो भी वहां पानी पीता था वह मर जाता था । उन्होंने छोटी बहू को अनुरोध किया कि तुम हमारी पीड़ा का निवारण माता से पूछ लेना जब छोटी बहू आगे बड़ी तो उसे दो लड़ते हुए बेल दिखे और उन्होंने भी छोटी बहू से अनुरोध किया कि हमारे लड़ने का कारण और निवारण दोनों माता से पूछ लेना। 


हांफती हुई जब वह आगे बढ़ी तो उसे रास्ते में एक वृद्ध मिली जिसे जुह से परेशानी थी। वृद्ध को भी उसने सारी बात बताई और सुनने पर वृद्ध ने कहा कि जरा मेरा सिर तो देखो. चूंकि छोटी बहू अत्यंत दयालु थीं, इसलिए वह मना नहीं कर सकीं। उसने अपने बेटे को वृद्धा की गोद में बिठाया और उसकी जूँ बुनने बैठ गई। कुछ देर बाद जब वृद्धा का सिर से सारी जुएं निकल दी तो उन्होंने उसे आशीर्वाद दिया कि जिस तरह मेरा सिर ठंडा किया , उसी तरह तुम्हारा पेट भी ठंडा हो जायेगा तभी एक चमत्कार हुआ और उसका बेटा जीवित हो उठा। छोटी बहू समझ गई कि यह चेचक वाली माता है। वह अपनी मां के चरणों में गिर पड़ी और अपनी गलती के लिए माफी मांगी। इसके बाद जब उनसे तलावड़ी के दुख का उपाय पूछा गया तो मां ने कहा कि वह दोनों गाएं थी जो जन्मों में दुखी थीं, सुबह से शाम तक झगड़ा करती थीं और दूध भी नहीं देती थीं। अतः इस जन्म में कोई उनका जल नहीं पीता, आप जाकर जल पी लें तो उनका दुःख दूर हो जायेगा।  

  

इसके बाद जब उनसे दोनों बैलों के लड़ने का कारण पूछा गया तो मां ने कहा कि पिछले जन्म में वे देवरानी और जेठानी थी और वे दोनों क्रोध और घृणा से भरी हुई थी और इसलिए इस जन्म में वे बैल बन गए और अपने गले में घंटियाँ बाँधकर लड़ने लगे। यदि आप उन दोनों के गले से घंटी खोल दें तो वे दोनों लड़ना बंद कर देंगे। शीतलामाता का आशीर्वाद लेकर छोटी बहू प्रसन्न होकर वापस आ गई। इसके बाद उसने तलावडी का पानी पीया और उनका दर्द दूर किया. दोनों बैलों की घंटी निकाल कर उनको शांत भी किया। जब वह घर आई तो उसकी सास अपने पोते को जीवित देखकर बहुत प्रसन्न हुई। लेकिन उसकी जेठानी अंदर ही जल गई।

इस प्रकार एक वर्ष पूरा हो गया और जब पुनः श्रावण मास आया तो जेठानी को भी देरानी की भाँति शीतलामाता के दर्शन की इच्छा हुई इसलिए वह भी चूल्हा जलाकर सो गई। रात को जब माँ सर्दी से पीड़ित होकर आई तो चूल्हे में खाना पकाने के कारण उसका शरीर जल गया, इसलिए उन्होंने बड़ी बहू को श्राप दिया कि जैसे मेरा शरीर जला है, वैसे ही तेरा पेट भी जल जायेगा। माता के श्राप के कारण उसका पुत्र जलकर मर गया।

 रास्ते में भी उसे दो झील मिली और दो बैल मिले और उन्होंने भी उसे अनुरोध किया मदद के लिए और वह नहीं मानी और आखिर में उसे भी वह वृद्ध मिली जिसने बताया कि मुझे जुओं की वजह से पीड़न हो रही है और मेरी मदद करो। तब बड़ी बहू ने कहा, मुझे शीतलामाता के पास जाना है, तुम्हें दिखता नहीं कि मेरा बेटा मर गया है। वह वहां से चल दी और दिन भर चलते-चलते थक गई लेकिन उसे मां कहीं नजर नहीं आई तो वह अपने बेटे के साथ छाती पीटते हुए घर आ गई।


In a village, an old woman lived with the families of her two sons. The elder daughter-in-law was of bad nature while the younger daughter-in-law was very innocent. She was prone to get saddened by the pain of others.

Once the month of Shravan came, on the sixth day of the month, the daughter-in-law sat down to cook food in the kitchen, she was tired of cooking till late night, while her younger son was sleeping on the cradle .

The son started crying, so to calm him down, the younger daughter-in-law went and slept next to him. Sheetla Maa went to everyone's house at night and started playing in the stove. When she came to this house ,instead of getting warm, her whole body got burnt, due to which she got angry and cursed the younger daughter-in-law that just as my body has been burnt, your stomach will burn in the same way.

In the morning, when the younger sister-in-law woke up and looked at the cradle, her son had died after being burnt and the stove was burning, she understood that Sheetla Maa was angry. She started crying a lot and went to her mother in law, her mother in law assured her and said that if you go to Sheetla Mata and ask for your son's life then she will be kind to you and will bring your son back to life.

On the way she found two springs which were full but no one used to drink water from them because whoever drank water there used to die. They requested the younger daughter in law to ask the mother about the solution to their pain. When the younger daughter in law went ahead, she saw two fighting bulls and they also requested the younger daughter in law to ask the mother about the reason and solution to their fighting.


When she moved forward panting, she met an old woman on the way who was suffering from lice. She told the old woman everything and on hearing this, the woman said that just look at my head. Since the younger daughter-in-law was very kind, she could not refuse. She placed her son on the old woman's lap and started combing his lice. After some time, when all the lice were removed from the old woman's head, she blessed her that just like my head was cooled, in the same way your stomach will also be cooled. Then a miracle happened and her son came back to life. The younger daughter-in-law understood that this was the mother of smallpox, Sheetala Maa. She fell at her mother's feet and apologized for her mistake. After this, when she was asked the solution to the pain of the springs, the mother said that both of them were cows who were unhappy in their previous births, they used to quarrel from morning to evening and did not even give milk. Therefore, in this birth, no one drinks their water, if you go and drink water, their pain will go away.


After this, when she was asked the reason for the fighting of both the bulls, the mother said that in the previous birth they were younger and elder sister-in-law and both of them were full of anger and hatred and hence in this birth they became bulls and had bells tied around their necks and kept fighting. If you remove the bells from their necks, they will stop fighting. Taking the blessings of Sheetala Mata, the younger daughter-in-law returned happily. After this, she drank the water of the springs and relieved their pain. She also calmed the bulls  by removing the bells from both the bulls. When she came home, her mother-in-law was very happy to see her grandson alive. But her elder sister-in-law was burnt from within.


Thus one year was completed and when the month of Shravan came again, the elder sister-in-law also desired to see Sheetal Mata like the sister-in-law, so she also lit the stove and slept. At night when the mother came suffering from cold, her body got burnt due to cooking food on the stove, so she cursed the elder daughter-in-law that just like my body has burnt, your stomach will also burn. Due to the curse of the mother, her son burned to death.


On the way she found two lakes and two bulls and they also requested her for help but she did not listen and at last she also met that old man who told that I am suffering because of lice and please help me. Then the elder daughter in law said, I have to go to Sheetala mata, can't you see that my son has died. She left from there and got tired of walking the whole day but she could not see the mother anywhere so she came home with her son beating her chest.



No comments:

Post a Comment